₹80 a month x 12

આઈડિયા ?!- An Innovative Monthly e-Magazine in Gujarati for Creatives

1 rating
Subscribe

આઈડિયા ?!- An Innovative Monthly e-Magazine in Gujarati for Creatives

1 rating

"એક નાનકડો આઈડિયા વપરાય તો કરોડનો. ન વપરાય તો કોડીનો."

યસ ! આઇડિયાની દુનિયા છે જ એવી. કાં તો એકદમ મહામૂલી. યા પછી સાવ મામૂલી. સેંકડો મુશ્કેલીઓ- ચેલેન્જીઝ સામે ઝઝૂમવાલાયક બનેલા આપણા જીવનમાં આપણને જેમ ડગલેને પગલે મુશ્કેલી વેઠ્યા જેવું લાગતું હોય ત્યારે સબૂર ! ...

થોડો પોરો ખાઈને તે 'મુશ્કેલી'ઓને બરોબર પોંખવાની તક આપશો તો તેની સાથે જ આવેલા સોલ્યુશનને (આઇડિયાને) પણ સારી રીતે પોંખી અને પોષી શકશો.

પ્રોબ્લેમ્સ, પઝલ્સ વિષમ પરિસ્થિતિઓ આપણી સામે આવે છે જ એટલા માટે કે તેને 'સોલ્વ' કરવાની તાકાત પણ આપણી અંદર જ કુદરતે આપેલી છે એવું તેને પણ ખબર છે.જરૂરી એટલું જ કે તેનો એહસાસ આપણને હોય. હર ક્ષણે ઉપજતાં 'ચમકારાં'નું અંગ્રેજી નામ એટલે આઈડિયા. જેના બીજાં અર્થો કરીએ તો સોલ્યુશન, ઉપાય, ઉકેલ કે સહુલિયત કહી શકાય.

આઈડિયા ઇકૉનૉમીના આ ઝમાનામાં ફાસ્ટ અને ફ્રિ બની રહેલાં ઈન્ટરનેટને લીધે કૉમ્યુટર દ્વારા કમાણીની અવનવી તકો દરરોજ ઉભરાતી જાય છે. આઈડિયા મેગેઝિન રચવાનું એ કારણ પણ છે કે તેમાંથી ગમતી અને મોજ કરાવે તેવી કમાણી થઇ શકે. માત્ર 'આઈડિયા' ફેલાવવો એ મારો મકસદ નથી. તેમાંથી કમાણી પણ થાય તો કોઈ વાત બને. અને એ વાત માત્ર 'વાત' બનીને ન રહે બલ્કે વાતમાંથી વાતાવરણ પેદા કરે.

આખરે એ 'વાતાવરણ' પણ કોઈક ઈશ્વરીય શક્તિ દ્વારા ઉપજાવાયેલો 'આઈડિયા' જ છે ને ! 

This membership will automatically end after 12 months
Subscribe

"આઈડિયા?!" - એક એવું મીની માસિક મેગેઝિન કે... જેના નામમાં જ પ્રશ્ન ? અને આશ્ચર્ય ! બંને ચિન્હો શામેલ કરવામાં આવ્યાં છે. શાં  માટે?- સિમ્પલી ! તમને આઈડિયા જોઈએ છે? તો જવાબ મેળવો. કે પછી મળેલા (લા)જવાબથી આશ્ચર્ય થયું છે? તો સવાલ કરો. ટૂંકમાં,એ છે સવાલ અને જવાબ મેળવવાનું કોમ્બિનેશન પેક !

Copy product URL

Ratings

5
(1 rating)
5 stars
100%
4 stars
0%
3 stars
0%
2 stars
0%
1 star
0%