કોરા કટ-2: મસ્ત સવાલોના અલમસ્ત જવાબો !
કોરા-કટ વિશે થોડુંક વધારે ભીનું...
આખા ભારતમાં (ને હવે તો આલમમાં પણ) ઘણાં મશહૂર થઇ ચૂકેલાં મોસ્ટ માર્કેટેડ બોસ-એમ્પ્લોયી કોણ છે?
સિમ્પલી...અકબર અને બીરબલ!..!
તેમના જેવા જેવા લટકે સવાલો, એવા જ તેમના હટકે જવાબોથી જ સ્તો આપણા બૌદ્ધિક સ્તર પર અક્કલનું અસ્તર સમયાંતરે લાગતું રહ્યું છે.
એકવાર બોસે પૂછ્યું: અલ્યા ભાઈ...આ તારા માથા પર વાળ કેટલાં ?
“હ્મ્મ્મ.......સરજી !...બરોબર ૨,૨૫,૯૭૬”
“હેય! આટલું એકયુરેટ કઈ રીતે કહી શકે?”
“લો સાહેબ..વિશ્વાસ ના આવતો હોય તો ગણી નાખો!”
“એવું તો કઈ રીતે ગણાય. પણ માની લે કે...ગણી લઉં ને ઓછા કે વધારે નીકળે તોહઓઓઓ?”
“સર! એમ કોઈના આત્મવિશ્વાસને હલાવો નહિ હા!...ઓછાં હશે તો તમારી ગણતરી વખતે ખરી ગયા હશે...ને વધારે હશે તો બોનસમાં ઉગી ગયા હશે.”
✭ ✭ ✭
આપણે સૌને કદાચ એટલિસ્ટ એ બાબતનો ખ્યાલ છે કે જેટલાં પુસ્તકો ‘સંવાદ રૂપે લખાયા છે તે સઘળાં સુપરહિટ બન્યા છે. ભગવદ્દગીતા ! હોય કે કોંવેર્સેશન વિથ ગોડ ! એ દરેક પુસ્તકોની અંદર રહેલી ‘વાતચીત’ના ફેકટરે સૌને માણસ બનતા શીખવ્યું છે.
એટલે જ સવાલ-જવાબ એ માત્ર ચર્ચા નહિ, પણ જ્ઞાન મેળવવાનું મશીન છે.
કોરા-કટનો આ ભાગ બીજો પહેલાની સફળતા પરથી બનાવ્યો છે. તો હવે બહુ લાંબી પ્રસ્તાવના કર્યા વિના બીજા ભાગમાં પણ સીધાં સવાલોમાંથી જવાબોના પ્રવાહમાં ડૂબકી મારીયે.
PDF File Contained 62 Pages of Fun Q&A