Less is More- Mini Motivational Book In Gujarati
Small is Beautiful !
બેશક! નાનકડી બાબતો, વસ્તુઓ આપણને થોડી વધું ગમે છે.
તમને યાદ હોય તો પહેલા પરબીડિયામાં મિનિમમ ૨૦-૨૫ પાનાંના પ્રેમપત્રમાં આખી દુનિયા સમાતી. પછી આંતરદેશીય પત્ર આવ્યું। જયારે હવે તો પોસ્ટકાર્ડ પણ મસમોટાં લાગે છે. એટલે જ સ્તો ઇન્સ્ટન્ટ મેસેજીસમાં પણ આપણે ઈમોજી અને સ્માઈલી વાપરતા થયાં છે.
ખાસ કરીને ઇન્ફોર્મેશનના ઓવરલોડના આ જમાનામાં તો ૨૦૦-૩૦૦ પાનાંની નોવેલ કરતા મેસેજમાં મળતો નાનકડો જોક કે વાર્તા થોડી વધુ મજા કરાવી જાય છે. વજનદાર ફોટો આલ્બમ કરતા લાઈવ ફોટોગ્રાફ્સ વાળું ઇન્સ્ટાગ્રામ જલસો કરાવી દે છે.
એટલા માટે કે લાંબા ગાળે આપણને સમજાઈ રહ્યું છે કે કોઈપણ બાબતને અકારણ 'લાંબી ખેંચવામાં' માલ નથી. કોઈ લાંબીલચક બાબતને માત્ર થોડાંક શબ્દોમાં અને એ પણ હળવા ટૉનમાં જણાવવું એ પણ એક સ્ટાઇલ છે, કળા છે. તે બાબત સમજી જનારના મન પર જલ્દી અસર કરે છે.
તેથી જ સ્તો મારી હંમેશની આદત મુજબ 'થોડાંમાં ઘણું' સમાવતો રહુ છું. પ્રથમ ભાગના સફળ પબ્લિશિંગ કર્યા બાદ બીજાં લેખો લઈને હાજર છું.
જેમાં છે, કોઈક મધરાતે દિમાગમાં ઉપસેલી કોઈક વાર્તાનું લેખન. તો ક્યારેક કોઈ સ્વજન દ્વારા કહેવાયેલી ઘટનાનું આલેખન.કે પછી ક્યાંક થયેલા અનુભવને થોડો ટ્વિસ્ટ આપી મુકાયેલો 'સંદેશો'.
આની પાછળ નિયત શું હોય?- દિલને ડોલાવે, મનને મોટિવેટ કરે એવી બાબત વધું લોકો સુધી પહોંચે બસ! અને આપણે સૌ જાણીયે છીએ કે ‘ઓલ્ડને ગૉલ્ડ’ બનતા રહેવામાં પણ મજા આવતી હોય છે.
હવે એ બાબતે આભાર પણ કોનો કોનો માનું? - જાણે અજાણે એક નાનકડા આર્ટિકલ પાછળ પણ કેટકેટલાં લોકો શામેલ હોય છે. અને એમાંથી જ વાચકો નીકળે છે. જેઓ લખવામાં ધક્કો મારી લેખકને અવાચક બનાવી દે છે. એટલે જ જે વાંચે છે, માને છે અને તેમની લાઈફને મસ્તમ બનાવે છે એ સૌનો શુક્રિયા, આભાર અને થેન્ક યુ હોં !!!! :-)
આઈડિયા કોચ,
મુર્તઝા પટેલ.
PDF eBook